Proud of Gujarat
FeaturedGujaratHealthINDIAWorld

આજે ૩૧ મેં એટલે કે “વર્લ્ડ નો તમાકુ ડે” નિમિતે ભરૂચ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ૧૦ ફૂટની સિગારેટને જાહેરમાં ફાંસી અપાઇ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ શહેરના પાંચબતી સર્કલ ખાતે ૧૦ ફૂટ ઊંચી ૫ જેટલી સિગરેટને જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી,તેમજ તમાકુ થી દુર રહેવા અંગે ના સંદેશા આપવામાં આવ્યા હતા.OPAL કંપની અને જય અંબે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા “વર્લ્ડ નો તમાકુ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જન જાગૃતિ અર્થે રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તમાકુ થી શરીરને થતા નુકશાન અંગે જાગૃતિનો સંદેશો આપશે.શાળાના વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકો દ્વારા વર્લ્ડ નો તમાકુ ડે નિમિત્તે સિગ્નેચર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ હાથમાં તમાકુ સામે જાગૃતિ અર્થના પ્લે કાર્ડ પકડી તેમજ સ્લોગન બોલી લોકો વચ્ચે તમાકુ સામે જાગૃતિ અર્થના સંદેશા આપ્યા હતા.આ કાર્યક્રમમાં ભરૂચના પ્રથમ નાગરિક તેમજ ઓપેલ કંપની અને જય અંબે સ્કૂલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં દિવાળીકાર્ડ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ઝધડીયા પોલીસે બે મોટર સાઇકલ સવાર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!