Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી….

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના ઈન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.પી.પટેલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પો.સ.ઈ વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હે.કો ચંદ્રકાંતભાઈ તથા પો.કો મેહુલભાઇને બાતમી મળી હતી કે અંકલેશ્વરના કુખ્યાત બુટલેગર ઈદ્રીસ ઉર્ફે ભૈયો મનુખા શેખ તથા તેના પુત્ર હમઝા ઈદ્રીશ શેખે આલુંજ ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે.બાતમી મુજબની જગ્યાએ હમજા ઈદ્રીશ શેખને સાથે રાખી આલુંજ ગામની સીમમાં આવેલ ભેંસોના તબેલા માં રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ નંગ-111 માં ભરેલ કુલ બોટલ નંગ-૧૩૩૨ જેની કુલ કિંમત રૂપિયા ૫,૩૨,૮૦૦ ના મુદ્દામાલ સાથે અન્ય એક ઈસમ જતનભાઈ કવશીભાઈ રાઠવા રહે, આલુંજ ગામ સતિષભાઈના તબેલા ઉપર તા.અંકલેશ્વર જિ.ભરૂચ મૂળ રહેવાસી ઉંબરખડ જી.અલીરાજપુર મધપ્રદેશ હાજર મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહી.મુદ્દામાલ તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૫,૩૮,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ હમઝા ઈદ્રીશ શેખ તેમજ જતનભાઈ કવશીભાઈ રાઠવાની ધરપકડ કરવામાં આવી છે તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ઈદ્રીસ ઉર્ફે ભૈયો મનુખા શેખ તથા ભેંસોના તબેલાનો કબજો ધરાવતા સતિષભાઈ વસાવા તથા મોહીનભાઈ વસાવા બન્ને રહે કોસંબા જીલ્લો.સુરત જેઓને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

ઉપરોક્ત કામગીરી પો.સ.ઈ વાય.જી.ગઢવી તથા અ.હે.કો ચંદ્રકાંતભાઈ શંકરભાઈ તથા અ.હે.કો ઉપેન્દ્ર કેશરાભાઈ તથા હે.કો પરેશભાઈ ગોવિંદભાઈ તથા અ.પો.કો દિલીપભાઈ ચંદુભાઈ તથા અ.પો.કો મેહુલભાઈ જશવંતભાઈ તથા અ.પો.કો સર્ફરાજ મહેબુબભાઇ તથા પો.કો અશોકભાઇ નારૂભાઈ તથા પો.કો હર્મેશભાઈ રમેશભાઈ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.


Share

Related posts

પેપર લીક કૌભાંડ પ્રકરણમાં રાજપીપલા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

ProudOfGujarat

ભરૂચ : અપહરણ થયેલ બે બાળકીઓને શોધી કાઢતી આમોદ પોલીસ.

ProudOfGujarat

વિદ્યાર્થીઓ માટે નવા દ્વાર ખુલ્યા : ભરૂચ જિલ્લામાં UPL યુનિવર્સિટીને સસ્ટેનેબલ ટેકનોલોજી આધારિત રાજ્યની પ્રથમ ખાનગી યુનિવર્સિટી સ્થાપવા મંજૂરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!