દિનેશભાઇ અડવાણી
સુરત ટ્યુશન કલાસીસ માં આગ લાગવાની દર્દનાક ઘટના બાદ ભરૂચ માં વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું.શહેરની હોસ્પિટલો,કલાસીસ અને હોટલોમાં તંત્રની અલગ-અલગ ટિમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.પાલિકાના વહીવટી તંત્ર દ્વારા ફાયર N.O.C વગર શહેરમાં ધમધમતા ટ્યુશન કલાસીસ સામે લાલઆંખ કરી હતી અને તાત્કાલિક અસર થી નોટિસ બહાર પાડી ૪૦ થી વધુ ટ્યુશન કલાસીસ બંધ કરવાના આદેશ ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આપ્યા હતા.ભરૂચ શહેરની હોસ્પિટલ અને હોટલોમાં તંત્રની ચાર જેટલી અલગ અલગ ટિમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ફાયર સેફટીમાં બેદરકારી દાખવાનારાને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Advertisement