Proud of Gujarat
EducationFeaturedGujarat

કરજણ:ધી વલણ હાઇસ્કૂલની વિદ્યાર્થીની ધોરણ ૧૦મા કરજણ તાલુકામાં પ્રથમ ક્રમાંકે…

Share

ઇમરાન ઐયુબ મોદી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2019 માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાના જાહેર થયેલ પરિણામમાં વલણ હાઇસ્કુલ વલણનું પરિણામ ૫૯.૯૧% આવેલ છે.કુલ ઉપસ્થિત ૨૨૭ પરીક્ષાર્થી માંથી 136 વિદ્યાર્થીઓ પાસ થયા છે.શાળાની વિદ્યાર્થીની ખત્રી ફરજાના સિરાજ વલણ કેન્દ્રમા તેમજ કરજણ તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવી ૮૯.૬૭% અને ૯૯.૨૩ પર્સન્ટાઈલ રેન્ક પ્રાપ્ત કરેલ છે.તેમજ બીજા ક્રમે કોમલ જીનત ઇલ્યાસ ૮૨.૧૭% અને ૯૬.૫૬ પર્સન્ટાઇલ રેન્ક પ્રાપ્ત કરેલ છે.ત્રીજા ક્રમે દરવેશ શાહીના યુનુસ ૮૧.૧૭% અને ૯૬.૦૪ પર્સન્ટાઇલ રેન્ક પ્રાપ્ત કરેલ છે.શાળાના ઉપરોક્ત પરિણામમાં ત્રણ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ ,13 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ અને 32 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.તમામ પાસ થનાર વિદ્યાર્થીઓને સમગ્ર શાળા પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Advertisement


Share

Related posts

કરજણના કરમડી ગામે તસ્કરોએ મોટર સાઈકલની ઉઠાંતરી કરી ફરાર.

ProudOfGujarat

વડોદરાના જાંબુઆ બ્રિજ નીચે ટ્રક પલ્ટી ખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

મારી દીકરી મારી આંખ સામે નું સૂત્ર સાર્થક : ગોધરા માં ૮૦ જેટલા સ્થળોએ શેરી ગરબામાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રંગત : શેરી ગરબા સર્વધન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં શેરી ગરબાને પ્રોત્સાહિત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી :ઘર આંગણે ગરબાની રમઝટ જામશે ગરબામંડળો દ્વારા દશેરા એ શસ્ત્ર પૂજન કરવામાં આવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!