Proud of Gujarat
EducationFeaturedGujarat

વિરમગામ તાલુકામાં ધોરણ 10 ના પરિણામમાં શ્રી દિવ્ય જ્યોત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા…

Share

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ધોરણ 10ના પરિણામમાં વિરમગામ તાલુકામાં શ્રી દિવ્ય જ્યોત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા છે. ધોરણ 10નુ વિરમગામ કેન્દ્રનું પરિણામ 55.29 ટકા પરીણામ આવ્યું હતું. જ્યારે શ્રી દિવ્ય જ્યોત માધ્યમિક શાળાનું પરિણામ 61.22 ટકા આવ્યું હતું. શ્રી દિવ્ય જયોત માધ્યમિક શાળા , વિરમગામના વિધાર્થીઓ સમગ્ર વિરમગામ કેન્દ્રમાં બીજો , ત્રીજો , ચોથા અને પાંચમા નંબરે આવ્યા છે . જેમાં આ શાળામાં પ્રથમ ક્રમે – ટાટારિયા રચના કનૈયાલાલ – 99.83 ૫.રેન્ક અને 93.33 %, બીજા ક્રમે ધાંચી મહંમદકૈફ ચાંદભાઇ – 99.42 ૫.રેન્ક અને 90.50 % , ત્રીજા ક્રમે કોળીપટેલ ધ્રુવકુમાર બાબુભાઈ – 99.16 પ.રેન્ક અને 89.33 % આવ્યા હતા. શ્રી દિવ્ય જ્યોત માધ્યમિક શાળા પરીવાર દ્વારા તેજસ્વી તારલાઓને ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં તેમ શ્રી દિવ્ય જ્યોત માધ્યમિક શાળાના આચાર્ય નવદિપ વજુભાઇ ડોડિયાએ જણાવાયું હતુ.

Advertisement


Share

Related posts

નડિયાદ સંતરામ મંદિરના સંતો તથા શિક્ષકોએ ધ કાશ્મીર ફાઇલ મુવી નિહાળી.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા કે રકુલ પ્રીત, કોણે વધુ સારો મીની બ્લેક સિલ્વર ડ્રેસ પહેર્યો હતો?

ProudOfGujarat

અંકલેશ્વર નગરમાં તસ્કરોનો તરખાટ… ગડખોલપાટિયા વિસ્તારમાં બે થી ત્રણ મકાનમાં તસ્કરોએ ચોરી કરી.એક ની ફરિયાદ નોંધાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!