Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર:શહેર પોલીસ સ્ટેશનમાં રમજાન મહિના ને ધ્યાનમાં લઈને શાંતિ સમારોહની મીટીંગ યોજાઇ….

Share

વિનોદભાઇ પટેલ

હાલ સમગ્ર ભારત, સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવાર રમજાન માસ ચાલી રહ્યા છે તે દરમિયાન થોડાક દિવસો બાદ રમજાન ઈદ આવનાર છે તેથી તહેવારને ધ્યાનમાં લઈને અંકલેશ્વર શહેરમાં શાંતિનો માહોલ બની રહે તેના માટે ગઈકાલ રોજ અંકલેશ્વરના ચોટા બજાર વિસ્તાર પાસે આવેલ શહેર પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ સમાજના પવિત્ર તહેવારને ધ્યાનમાં લઈને શાંતિ સમારોહની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં શાંતિ સમારોહના સભ્યો તથા અંકલેશ્વર શહેર પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર ઈદને ધ્યાનમાં લઈને શહેરમાં કેવી રીતના શાંતિ બની રહે તેના વિશેના મુખ્ય મુદ્દાઓ લઈને મુસ્લિમ સમાજ તથા હિન્દુ સમાજના આગેવાનો ભેગા મળીને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી અને મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરી કાયદાઓને ધ્યાનમાં લઇ તહેવારની ઉજવણી કરે તેવી પોલીસ દ્વારા પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સમગ્ર હિન્દુ સમાજના આગેવાનો તથા મુસ્લિમ સમાજના આગેવાનોએ બાહેધરી આપી હતી અને મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર ઈદ શાંતિપૂર્વક ઉજવાય અને શહેરમાં શાંતિ બની રહે તેવી તમામ આગેવાનો દ્વારા બાહેધરી આપવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

સસ્તા ભાવે સોનું આપવાના બહાને છેતરપિંડી કરનારને ડાકોરથી ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ.

ProudOfGujarat

રાજપારડી પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર પોલીસે રોંગ સાઇડ દોડતા વાહન ચાલકોને પોતાના ટ્રેક પર દોડવા માર્ગદર્શન આપ્યું.

ProudOfGujarat

અરવલ્લીમાં વાલ્મિકી ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વાલ્મિકી આશ્રમના ઓપનિંગનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!