દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ અને ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ.પટેલની સૂચનાથી ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.જે અનુસંધાને વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ ફર્લો સ્કોડના પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાલિયા પોલીસ સ્ટેશનના ગુ.ર.ન ૩૪૧/૨૦૧૮ પ્રોહી એક્ટ કલમ-૬૫,એ,ઈ,૮૧ મુજબના તથા ૨૦/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ-૬૫,એ,ઈ ૯૮(૨) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી વિજયભાઈ ઉર્ફે સુનીલ ઉર્ફે બટકો હસમુખભાઈ વસાવા ઉંમર વર્ષ ૨૦ રહે કોઢ તાલુકો.વાલિયા જીલ્લો.ભરૂચને તારીખ ૨૨-૫-૨૦૧૯ ના રોજ સી.આર.પી.સી કલમ-૪૧(૧)આઈ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે આરોપીને વાલિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી અ.હે.કો ગુલામખાન સરદારખાન, અ.હે.કો હરેન્દ્ર બંસીલાલ,અ.હે.કો જયેન્દ્રસિંહ મહોબતસિંહ,અ.હે.કો ભીખુભાઈ હીરાભાઈ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવી હતી.