પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાનુ વડુમથક ગોધરા દિનપ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે.શહેરના સિવીલ લાઇન્સ પાસેથી મેશરી નદી પસાર થાય છે.આ મેશરી નદીની માત્ર ચોમાસામાં પાણી આવતા જ જીવંત થાય છે.ત્યારબાદ મૃત અવસ્થામાં સરી પડે છે.સુકી ભઠ્ઠ બનેલી આ મેશરી નદીના પટમાં ઊગી નીકળેલા ઝાંડી ઝાંખરાઓ અસામાજીક પ્રવૃતિઓનું આશ્રય સ્થાન બની રહ્યા છે. ત્યારે જીલ્લા પોલીસતંત્ર આ મામલે કાર્યવાહી કરે તેવી ગોધરાનગરવાસીઓની માંગ ઉઠવા પામી છે.
પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા શહેરમાથી પસાર થતી મેશરી નદીમા ચોમાંસામા ઉપરવાસમાં વરસાદ આવતા તેમા પાણી આવે છે.ત્યારબાદ તે શિયાળા અને ઉનાળામાં સુકીભટ્ટ બની જાય છે. ત્યારે આ નદીના પટમાં ઊંગી નીકળેલા ઝાંડી ઝાંખરાઓઅ અસામાજીક પ્રવૃતિઓનો અડ્ડો બની ગયા છે.અહી દારુ જુગાર પીવાની સહીતની અસામાજીક પ્રવૃતિઓ ચાલીરહી છે.ત્યારે અહી પોલીસ દ્વારા પણ પહેલા પણ જુગારના ચાલતા અડ્ડાઓ ઉપર રેડ પાડીને જુગારીઓને પકડવામા આવ્યાછે.ત્યારે હાલમા પણ આ મેશરી નદીના પટમાં અસામાજીક પ્રવૃતિઓ ધમધમી રહી છે. ત્યારે ગોધરા શહેરની જાગૃત જનતાની લોકમાગ છે કે અહી મેશરીનદીના પટમાં પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામા આવે તે જરૂરી છે.