Proud of Gujarat
EducationFeaturedGujarat

ધોરણ ૧૦ નું પરિણામ જાહેર-ભરૂચ જિલ્લાનું ૬૬.૨૪% પરિણામ….

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ GSEB દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે.પરિણામને લઇને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ભરૂચ જિલ્લાના પરિણામને જોતા જિલ્લાનું કુલ પરિણામ ૬૬.૨૪% રહ્યું છે જયારે ગુજરાત બોર્ડનું કુલ પરિણામ ૬૬.૯૭% રહ્યું છે.ભરૂચ સેન્ટરમાં સૌથી વધુ ૮૯.૯૦% પરિણામ શુક્લતીર્થ કેન્દ્રનું રહ્યું છે જયારે સૌથી ઓછું ૪૪.૫૭% પરિણામ રાજપારડી કેન્દ્રનું રહ્યું છે.ભરૂચ જિલ્લામાં કુલ ૨૦૫૬૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૩૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા હતા.ભરૂચ જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર કુલ ૭૧ ઉમેદવાર નોંધાયા છે જયારે A2 ગ્રેડ મેળવનાર ૬૯૫ ઉમેદવાર નોંધાયા છે.

Advertisement


Share

Related posts

પંચમહાલ : શહેરા નગરપાલિકામાં ભાજપનો ભગવો…જ્યારે ગોધરામાં અપક્ષોએ સત્તા હાંસલ કરી.

ProudOfGujarat

નર્મદાનાં નાંદોદ તાલુકા પંચાયતમાં કર્મચારી લાંચ લેતાં ઝડપાયો.

ProudOfGujarat

ગોધરા : જિલ્લા કોંગ્રેસે ખેડુતોના વિવિધપ્રશ્નો ને લઇ મામલતદારને આપ્યુ આવેદનપત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!