દિનેશભાઇ અડવાણી
કેન્સર અંગે લોકોને જાગૃત કરવા અમદાવાદની હ્યુમન વેલનેસ ફાઉન્ડેશનના સાથ-સહકાર અને સહયોગથી પંદર દિવસ દરમિયાન ભરૂચ અને આજુબાજુના ગામડાઓમાં પાન,બીડી,સિગારેટ તમાકુ,દારૂ જેવા વ્યસનોથી લોકો દૂર થાય તે માટે બે ફિલ્મ ” જાગ્યા ત્યાંથી સવાર ” તેમજ ” જીતુ ક્યારે જાગશે ” જેવી ફિલ્મ સ્ત્રી અને પુરુષોમાં થતા કેન્સર અંગે જાગૃતિ દર્શાવતી ફિલ્મ બતાવવામાં આવશે.ગઈકાલના રોજ શ્રોફ પૂનમચંદ દેવચંદ રોટરી હોલમા સાંજે ૬ થી ૮ દરમિયાન ” તંદુરસ્તી તમારા હાથમાં ” વક્તવ્ય શ્રેણીમાં વક્તવ્ય આપવા માટે મહેમાન વક્તા ડો.હર્ષિતભાઈ ત્રિવેદી ભાવનગરથી તથા દેવેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી વ્યસનોથી થતા કેન્સર અંગેની ગંભીરતા અને તેના કારણે પરિવારને સહન કરવી પડતી મુસીબતો વિશે જાણકારી મેળવી હતી.લોકો આવા વ્યસનોથી થતા કેન્સર અંગે જાગૃત થાય એ જ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.