દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વડપાન સહિતના આસપાસ ના ગામોના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે,ગામ માં હેન્ડ પંપ નકામા બન્યા છે તો ટેન્કર પર નિર્ભર રહી ગ્રામ જનો પાણીની બુંદ બુંદ સાચવી રહ્યા છે,ત્યારે વિકાસીલ ગુજરાતમાં સવાલ એ થાય કે શું ખરેખર મેટ્રો સીટી માટે વિકસિત ગુજરાત છે,આ પ્રજા ના મત મેળવનારા નેતાઓ શુ કરી રહ્યા છે,દેશની આઝાદી બાદ પણ આપણે પ્રજાને આ સમસ્યા માંથી મુક્તિ નથી અપાવી શક્યા.
નેત્રંગ તાલુકાના કેટલાય એવા ગામો છે જ્યાં સરકાર ની એકેય પાણી પુરવઠા યોજના કારગત નીવડી નથી,ઉનાળાની કાળઝાળ ગરમીમાં નદી, નાળા સહિતના જળસ્ત્રોત સુકાઇ ગયાં છે. મોટા ભાગના ગામોમાં આવેલાં હેન્ડપંપ ચાલતા નહિ હોવાથી ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે અથવા તો એવી માંગ ઉઠી છે.
ગૃહિણીઓને માથે બેડા મુકીને દુર-દુર સુધી પાણી ભરવા આકરા તાપમાં જવું પડે છે.. ટેન્કર આવે અને પાણી ભરવા જાય ત્યારે પાણી ભરવા માટે જાણે પડાપડી લાગી જાય છે, લાંબી-લાંબી કતારો જોવા મળે છે. કેટલાક ગામોમાં પાણીના ટેન્કર પણ નહીં હોવાથી ગ્રામજનોની હાલત બદ્દતર બની જવા પામી છે.આ સમસ્યાનું કોઇક દિવસઃતો નિરાકરણ આવશેને તેવી આશ રાખીને લોકો જળ વચ્ચે ઝઝૂમતું જીવન જીવવા હાલ તો મજબૂર બન્યા છે.
કયા ગામોમાં છે પાણીની તકલીફ::- વડપાન, નેત્રંગ, આટખોલ, ભાંગોરીયા,, ફોકડી, ઉમરખડા, કાકડકુંઈ, ઝરણા, બીલોઠી અને કોઈલી માંડવી ગામોના હજારો લોકો આજે મળે તેટલું નસીબ જેવી નીતિ સાથે ટેન્કરથી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે.