વિનોદભાઈ પટેલ
એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, તથા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી શિક્ષણ અને રોજગારીની મોટી મોટી વાતો કરી રહ્યા છે ,ત્યારે બીજી તરફ અંકલેશ્વરમાં હજારોની સંખ્યામાં બાળકો અભ્યાસ કરવાની જગ્યાએ રોજગાર મેળવવા માટે ચાની લારીઓ ના ગલ્લા ઉપર કપ રકાબી ધોઈ પોતાનો રોજગાર પૂરો પાડી રહ્યા છે ત્યારે બાળ મજુરી કાયદાકીય રીતે ગુના ના પાત્રમાં ગણવામાં આવે છે પરંતુ બાળ મજુરી અટકાવનારા અધિકારીઓ જાણે હપ્તા લઈને બોનસ નો પગાર લેતા હોય તેવું લાગી રહ્યું છે, એક તરફ ખાનગી સ્કૂલોના બાળકો 99.99% લાવી રહ્યા છે ત્યારે બીજી તરફ દેશના ગરીબ બાળકો આજે પણ ભણવાની જગ્યાએ શિક્ષણ મેળવવાની જગ્યાએ લાચારી અને રોજગાર ના કારણે નાના નાના ચા ના ગલ્લા ઉપર તથા વેપારીઓની દુકાનો ઉપર મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે,શું આ છે વિજયભાઈ રૂપાણી નું ગુજરાત.? શું આ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયા.? હાલ હવે જોવાનું રહ્યું કે આવા નાના-નાના બાળકોને આવા વેપારીઓના સકંજામાંથી છોડાવી ને શિક્ષણ તરફ લઈ જવામાં આવશે કે પછી અપના કામ બનતા ભાડ મેં જાય જનતા જેવી જ પરિસ્થિતિઓ દેશમાં સર્જાતી રહેશે તે હવે આવનારો સમય બતાવશે.