દિનેશભાઇ અડવાણી
તા.૨૩/૦૫/૨૦૧૯ ના રોજ લોકસભા સામાન્યન ચૂંટણી-૨૦૧૯ ની મતગણતરી ભરૂચ ખાતે જુના નેશનલ હાઇવે નં.૮ ઉપર આવેલ કે.જે.પોલીટેકનીક કોલેજ મુકામે થનાર છે. ભરૂચ જિલ્લા લોકસભા મતદાર વિભાગની મતગણતરી આ કોલેજ ખાતે થનાર હોય તમામ રાજકીય આગેવાનો, ઉમેદવારો, ઉમેદવારના કાઉન્ટીં ગ એજન્ટો૧ તથા ફરજ પરના કર્મચારીઓ/અધિકારીઓ તથા મોટી સંખ્યાટમાં જનમેદની એકત્રિત થાય તેમ છે અને મોટી સંખ્યાૂમાં વાહનો પણ ભેગા થવાની સંભાવના છે. જેને કારણે ટ્રાફીકની સમસ્યાક ઉપસ્થિયત થવાની સંભાવના રહેલ છે. આ ટ્રાફીકની સમસ્યાજને નિવારવા માટે જિલ્લા મેજીસ્ટ્રેજટશ્રી રવિકુમાર અરોરાએ એક હુકમ ધ્વાથરા તા.૨૩/૦૫/૨૦૧૯ ના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી રાત્રિના ૨૦:૦૦ કલાક સુધી જુના નેશનલ હાઇવે નં.૮ ઉપર શીતલ સર્કલથી કે.જે.પોલીટેકનીક કોલેજ સુધીના રોડ ઉપર વાહન વ્યેવહાર માટે પ્રતિબંધ મુકાયો છે.
આ રસ્તોે બંધ કરતા દર્શાવ્યાા મુજબના રૂટ ઉપરથી વાહન આવ-જા કરી શકશે. જેમાં ગોલ્ડવન બ્રીજ તરફથી આવતા વાહનો શીતલ સર્કલથી કસક સર્કલ થઇ ઝાડેશ્વર રોડ પરથી જ્યો તિનગર થઇ ધર્મનગર ટાઉનશીપ થઇ કે.જે.પોલીટેકનીક કોલેજની બાજુમાંથી પસાર થતાં રોડ પર થઇ જુના નેશનલ હાઇવે નં.૮ ઉપર આવી શકશે.
એ.બી.સી. ચોકડી તરફથી આવતા વાહનો કે.જે.પોલીટેકનીક કોલેજની બાજુમાંથી પસાર થતા રોડ પરથી ધર્મનગર ટાઉનશીપ થઇ જ્યોથતિનગર પાસેથી કસક સર્કલ થઇ શીતલ સર્કલ થઇ ગોલ્ડાન બ્રીજ તરફ આવ-જા કરી શકશે.
કણબીવગાથી ભોલાવ બ્રીજ પરથી પસાર થતાં વાહનો ભોલાવ બ્રીજ પરથી એ.બી.સી. ચોકડી તરફ જઇ શકશે પરંતુ ભોલાવ બ્રીજ પરથી વળાંક લઇ ગોલ્ડાન બ્રીજ તરફ જઇ શકશે નહી.
આ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને મુંબઇ પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૩૧(૩) મુજબ રૂા.૨૦૦/- સુધીના દંડની સજાને પાત્ર થશે.ઉપરોક્તથ જાહેરનામું ચૂંટણી ફરજ પરના સ્ટાીફના વાહનો તથા પત્રકારોના વાહનોને લાગું પડશે નહી.