ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
તા.૧૭-૦૫-૨૦૧૯
પાલેજ જી.આઇ.ડી.સી માં આવેલી કાર્બન બ્લેક પાવડર નું ઉત્પાદન કરતી કંપની માં બે થી ત્રણ દિવસ દરમ્યાન કંપની નાં કામદારો પોતાની ફરજ ઉપર થી અળગા થઈ જતાં કંપની માં ભારે અફડાતફડી નો માહોલ સર્જાય ગયો હતો.આ બાબતે કંપની નાં જનરલ મેનેજર સોમેન્દ્ર લેહરી સાથે વાગરા ધારાસભ્ય શ્રી અરુણ સિંહ રણા તેમજ પાલેજ પચાયત નાં અગ્રણી સલીમ વકીલ તેમજ જયેશ પટેલે કડીરૂપ મધ્યસ્થી નાં અંતે ૨૬૦ જેટલાં કામદારો વચ્ચે પગાર વધારા થી માંડી અન્ય પડતર પ્રશ્નો સબંધી સમાધાન થયું હતું.જે સબધે કંપની નાં જનરલ મેનેજરે કામદારો સાથે ની મીટીંગ માં તેઓ ની ગેરસમજ દૂર કરાય હતી એમ જણાવ્યું હતું. કંપની માં હડતાળ અંગે ઇનકાર કર્યો હતો.પાલેજ ફિલિપ્સ કાર્બન કંપની માં કામદારો રાબેતા મુજબ કામગીરી બજાવા આજ થી મેનેજમેટ સાથે સહમતી સધાય હતી.
Advertisement