પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના વડા મથક ગોધરા ખાતે આજે અનુસુચિત જાતિ અને જનજાતિ સમાજના અગ્રણીઓ દ્વારા તેમના સમાજ ઉપર બનતી અત્યાચારોની ઘટનાને જીલ્લા વહીવટીતંત્રને આવેદન પત્ર આપીને કસુરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં અને ભારતમાં અનુસુચિત જાતિ અને જનજાતિના અત્યાચારો દિન પ્રતિદિન વધતા જાય છે.અને સ્થાનિક સરકારો આ મામલે કોઇ પગલા ભરતી નથી વધુમાં આ અત્યાચારો બાદ કોઈ સંર્પુણ સહાયો પણ પહોચાડતી નથી.તેથી પીડીતો અને શોષિતોના કલ્યાણ માટે ભારતના બંધારણમાં રહેલી જોગવાઇનુ પાલન થાય તે અમારી માંગણી છે. વધુમાં આવેદન પત્રમાં જણાવામાં આવ્યુ હતુ.કે તાજેતરમાં દરુણિયા ગામમા થયેલી અનુસુચિત જનજાતિના લોકો પર અત્યાચારની ઘટના થઈ હતી.જેમા ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ મથકમાં એટ્રોસીટી હેઠળ ફરિયાદ નોધાવામાં આવી હોવા છતા તે ફરિયાદ સંર્દભ આરોપીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે.અને અમારા ગામના લોકોમા ભયનો માહોલ સર્જાયો છે,સદર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ.ભોગ બનનારને પોલીસ રક્ષણ આપવામાં આવે,તેમજ સહાય આપવામા આવે,તાજેતરમાં ખંભીસર ગામે બનેલી ઘટના સંર્દભ આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેમજ ભોગ બનનારને પોલીસ રક્ષણ આપવામાં આવે.તેમજ રાજ્યમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ઉપર બનતી ઘટનાઓ બંધ થાય તે માટે તાત્કાલિક પગલા સરકાર દ્વારા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.