દિનેશભાઇ અડવાણી
પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં I/C પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો વરેડિયા તથા ટંકારીયા ગામે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રસ્તામાં અડોલ ગામના પાદરમાં એક અજાણ્યો છોકરો રખડતો નજરે પડ્યો હતો.પોલીસ સ્ટાફના માણસોએ સરકારી વાહનમાં બાળકને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લઈ ગયા હતા.જ્યાં બાળકને તેના માતા-પિતા ના સરનામા અંગે પૂછતાં તે સુરત શહેરનો હોવાનું જણાવ્યું હતું તથા તેના પિતાનું નામ પૂછતા બાળકે તેના જમણા હાથના કાંડા ના ઉપરના ભાગે એક મોબાઈલ નંબર બતાવતા પોલીસે તરત તે મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હતો.જે મોબાઇલ નંબર વિનય શીતલપ્રસાદ પાંડે રહે આસપાસ મંદિર,ઘોડાદરા પ્લોટ નંબર ૧૫૧ ધીરજનગર સુરતના હોવાનું જણાવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે મારો પુત્ર જે માનસિક બીમારીની તકલીફ વાળો છે જે ઘરેથી કંઈ કહ્યા વગર નીકળી ગયેલ છે.પોલીસને મળી આવેલ આ છોકરાનું નામ ઓમ વિનય પ્રસાદ પાંડે હોવાનું જણાવતાં જે આધારે મળી આવેલ સદર છોકરાનું નામ તથા વર્ણન જોતા તેમ જ રૂબરૂમાં છોકરાના માતા-પિતા આવતા જેવોએ પોતાના પુત્રને ઓળખેલ અને આ ખોવાયેલ છોકરાને તેના માતા-પિતાને સહી-સલામત સોંપવામાં આવ્યો હતો.