Proud of Gujarat
FeaturedGujarat

કબીરવડનો પ્રવાસન વિકાસધામ તરીકે વિકસાવવા થતી કામગીરી માં સામાન લઈ-જવા લાવવા માટે કોન્ટ્રાકટરે પુલિયું બનાવ્યું !

Share

દિનેશભાઇ અડવાણી

ઝઘડિયા નજીકના લાડવાવડ થી કબીરવડ જવાના રસ્તામાં સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા નર્મદામાં પુલિયું બનાવી માલસામાનની હેરાફેરી કરે છે.કબીરવડનો પ્રવાસન વિકાસધામ તરીકે વિકસાવવા થતી કામગીરી માં સામાન લઈજવા લાવવા માટે કોન્ટ્રાકટરે પુલિયું બનાવ્યું!

Advertisement

ઝઘડિયા ગામ નજીકના લાડવાવડ થી કબીરવડ જવાના માર્ગ પર આવતી નર્મદામાં કબીરવડ પ્રવાસન વિકાસ ધામની કામગીરી કરતા સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા લાડવાવડ કિનારા પર ગેરકાયદેસર રીતે આશરે ૧૦૦ મીટર જેટલું પાકું પુલિયું બનાવી દેવામાં આવ્યું છે, કબીરવડ ના વિકાસની કામગીરીમાં વપરાતા માલસામાન લઈ જવા માટે નર્મદાના પ્રવાહને અવરોધાય એવી રીતે ભૂંગળા નાખી પુલિયું બનાવ્યું છતાં તંત્રનું સૂચક મૌન ઘણુંબધું કહી જાય છે.

નર્મદા નદીએ જીવાદોરી સમાનછે એ ખુદ મનુષ્ય જ ભૂલી રહ્યો છે અને તેના અસ્તિત્વ સામે ખતરો ઉભો કરી રહ્યો છે, જે હોઈ તે નર્મદા અને પ્રકૃતિ સાથે પોતાના અંગત સ્વાર્થ માટે કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે, અત્યાર સુધી રેતીની લીઝો વાળા નર્મદાના પાણીના બંને પ્રવાહ ની વચ્ચે થી રેતી કાઢવા ઓછા પ્રવાહ વાળા પટ માં રેતીની બેગો અને ભૂંગરા નાખી પુલીયા બનાવી દીધા છે.ઝઘડિયા નજીકના લાડવાવડ પાસે ક્બીરવડ જવાના રસ્તે નર્મદા ઓરંગવી પડે છે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા કબીરવડનો પ્રવાશન ધામ તરીકે વિકસાવવા માટેની જાહેરાત કરી છે જેથી કબીરવડ તેની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી છે, કોન્ટ્રાક્ટર દ્વારા માલસામાનની હેરાફેરી માટે નર્મદાના પટમાં ભૂંગરા નાખી પાકું પુલિયું જ બનાવી દીધું છે, સરકારી કોન્ટ્રાક્ટર હોઈ એટલે કાયદાને નેવે મૂકી કામ કરવાની પરમિશન હોઈ તેવો હાઉ કોન્ટ્રાક્ટર ઉભો કરી રહ્યો છે, પાકું પુલિયું બનાવના કારણે નર્મદાના પ્રવાહમાં ખાસો ફર્ક જણાઈ રહ્યો છે, કબીરવડનો એક તરફ સરકાર દ્વારા પ્રવાશન ધામ તરીકે વિકસાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે અને બીજી તરફ એજ સરકાર જેનું મૂલ્ય અંકી ના શકાય એવી પ્રકૃતિને દેન નર્મદાના પ્રવાહ અને તેના અસ્તિત્વ સામે ખતરો ઉભો કરતા કોન્ટ્રાક્ટર ને પ્રોત્સાહન આપી રહ્યા છે, સરકારની આ નીતિ સામે જનતા અવાઝ નહિ ઉઠાવે તો ઝઘડિયાની જનતાએ ઘણું ભોગવવા તૈયાર રહેવું પડશે.


Share

Related posts

ભરૂચ : “મગ” ઉત્પાદનનું ખરીદ સેન્ટર શરૂ કરવા વાગરાનાં ધારાસભ્યની માંગણી.

ProudOfGujarat

અંકલેશ્વર જી આઈ ડી સી પોલીસ સ્ટેશન વિસ્તાર મા પ્રજા ની સુખાકારી અને શાંતિ માટે નવી પોલીસ ચોકી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

હોળી-ધૂળેટીનાં તહેવારોને પગલે ભરૂચ એસ.ટી. વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!