વિનોદભાઇ પટેલ
એલ.સી.બીના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલાએ જિલ્લામાં ગુમ થયેલ સગીર બાળકો શોધી કાઢવા અલગ-અલગ ટીમોની રચના કરી ચક્રો ગતિમાન કર્યા છે.અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં સાત મહિના અગાઉ ગુમ થયેલ બાળકની ટેલિફોન વિભાગ મારફતે તપાસ કરાવતા આ કામે ગુમ થયેલ બાળક અમદાવાદ ખાતે હોવાની માહિતી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જી.ગઢવી,એલ.સી.બી ભરૂચ તથા તેઓની ટીમે અમદાવાદ શહેર ખાતે તપાસમાં ગઈ હતી.જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જી.ગઢવીની ટીમ અમદાવાદ જમાલપુર શાકભાજી માર્કેટ વિસ્તાર તથા શ્રી જગન્નાથ મંદિરની આજુબાજુના વિસ્તારમાં જાહેર સ્તરોએ ખંત અને કુનેહપૂર્વક દિવસ-રાત સતત પગપાળા ફરી વોચ કરી ફરિયાદી સેધાભાઈ ધુળાભાઈ વાલીના સગીર બાળક ઉંમર વર્ષ ૧૪ ને જમાલપુર વિસ્તારમાંથી શોધી કાઢી ભરૂચ એલ.સી.બી કચેરી ખાતે લઇ આવી બાળકના માતા-પિતા સાથે મિલન કરાવી સારી કામગીરી કરી બાળકને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.ત્યારે હજી પણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે આવા કેટલા બાળકો ગુમ થયેલ હોવાની ફરિયાદ નોંધાવવા પામી છે જેનું આજદિન સુધી કોઈપણ નિરાકરણ આવેલ નથી. શું બીજા બાળકોને પણ આજ રીતે શોધી કાઢવામાં આવશે તે હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે.