Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- અજાણ્યા શખ્સો દ્વારા એક વ્યક્તિને માર મારતા ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો….

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના હસતી તળાવ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે એક વ્યક્તિને અજાણ્યા વ્યક્તિ દ્વારા ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો અને અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિને પગના ભાગે લોખંડના પાઇપ વડે ગંભીર ઇજા પહોંચાડી હતી.ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ તથા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.હાલ અજાણ્યા વ્યક્તિની ઓળખ કરવામાં આવી નથી. મળતી માહિતી અનુસાર જૂની અદાવતના કારણે આ ઇજાગ્રસ્ત વ્યક્તિને મારવામાં આવ્યો હોય એવું જાણવા મળ્યું હતું.હાલ અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

અમદાવાદ-RTO દ્વારા આજે ટ્રાફિક ડ્રાઈવ – 12 સ્કૂલ પર યોજી ટ્રાફિક ડ્રાઈવ…

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર ખાતે આવેલ ગાયત્રી મંદિર પાસે નર્મદા નદીના કાદવમાં ગાયનું દોઢ કલાક રેસ્ક્યુ : ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી.

ProudOfGujarat

નવસારી-બોરીયાચ ટોલનાકા પાસે 24.75 લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!