Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ખેરના લાકડા ની તસ્કરી કરતી પંચમહાલ ગોધરાની ગેંગને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા માટે સુચના આપવામાં આવી છે.જે મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.જી.ગઢવી તેમની ટીમના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માંડવા ટોલપ્લાઝા ખાતેથી બિલ આધાર અને પુરાવા વગરના શંકાસ્પદ ખેરના લાકડા ભરેલા ટેમ્પા સાથે ત્રણ ઈસમોને પકડી પાડ્યા હતા તેમજ એક ઈસમ નાસી ગયો હતો.કબજે કરેલ મુદ્દામાલમાં ખેરના લાકડા વજન ૨૫૧૦ કિલોગ્રામ જેની આશરે કિંમત રૂપિયા 75000 તથા ૪૦૭ ટેમ્પા નંબર GJ-6 w-૯૬૪૬ કિંમત રૂપિયા બે લાખ તથા મારુતી ફન્ટી કાર નંબર GJ-૬ AA-૮૦૨૯ કિંમત રૂપિયા ૫૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૪ કિંમત રૂપિયા ૧૧૫૦૦ સાથે અંગજડતીના રોકડા રૂપિયા ૧૦૬૦ મળી કુલ ૩,૩૭,૫૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ બાબતે વધુ તપાસ કરતા ખેરના લાકડા ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના હતાં આ બાબતે ઘનિષ્ઠ તપાસ ચાલુ છે.

Advertisement

પકડાયેલા આરોપીઓ

(૧) ઝુબેર મોહંમદ હનીફ બોકડા ઉંમર વર્ષ ૨૩,
રહે મેદાપ્લોટ વેજલપુર રોડ ગોધરા જિલ્લો.પંચમહાલહા.

(૨) ફહીમ બશીર ખાન પઠાણ ઉમર વર્ષ ૨૫,
રહે ગેનીપ્લોટ સાતપુડ વેજલપુર રોડ ગોધરા જિલ્લા.પંચમહાલ.

(૩) ફઝલે કરીમ ઈબ્રાહીમ હુરિ ઉંમર વર્ષ ૩૫,
રહે ચેતનદાસ પ્લોટ વેજલપુર રોડ ગોધરા જિલ્લો.પંચમહાલ.

આ કામગીરી પો.સ.ઈ વાય.જી.ગઢવી, અ.હે.કો કનકસિંહ શાંતિલાલ તથા અ.હે.કો અજયભાઈ રણછોડભાઈ તથા અ.હે.કો હિતેશભાઈ ફતેસિંહ તથા અ.હે.કો પરેશભાઈ ગોવિંદ તથા અ.હે.કો વર્ષાબેન રમણભાઈ તથા અ.પો.કો તરુણભાઈ રવજીભાઈ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચના પાદરિયા અને પણીયાદરા વચ્ચે કાર પલ્ટી ખાતા ચાર ઘાયલ

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરના લોઢણ ફળીયામાં ઘરમાંથી પાણીના ઝરણ ફૂટ્યાં : ચોમાસાના 4 મહિના ઘરમાં રહેવું પણ મુશ્કેલ.

ProudOfGujarat

ભુજના મીરઝાપરમાં સિંગલ પેરેન્ટ્સ આશ્રમ ખાતે સૃષ્ટિ  વિરુદ્ધ કામ થયા હોવાના આક્ષેપ સાથે હોબાળો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!