ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ અને બીઆરસી ભવન વિરમગામ ના સંયુક્ત પ્રયાસો થી વિરમગામ તાલુકાની વિવિધ શાળામાં અભ્યાસ કરતા 20 દિવ્યાંગ બાળકોને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા. આ 20 બાળકોની સાથે તેમના વાલીઓને પણ કેમ્પમાં સાથે લઈ જવામાં આવ્યા હતા. સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે તમામ 20 દિવ્યાંગ બાળકોની નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા જરૂરી તપાસ કરીને દિવ્યાંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. સર્ટીફિકેટ મળ્યા બાદ તમામ દિવ્યાંગ બાળકોને વિરમગામ ખાતે પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના વાલજીભાઈ સાપરા, નીલકંઠ વાસુકિયા અને બી.આર.સી રિસોર્સ ટીચર્સ રમેશ ગમારા, વૈશાલી ભુરીયા, મહેશ્વરી પટેલ સહિતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર વિરલ વાઘેલા દ્વારા એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી.