દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં દારૂ સદંતર પણે બંધ કરવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી છે.જે અનુસંધાને પેરોલ ફલૉ સ્કોડના ઈન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ.પટેલને દારૂનું વેચાણ કરતા તથા હેરાફેરી કરતાં અને નાસતા ફરતા આરોપીને પકડી પાડવા જણાવતા પેરોલ સ્ટાફના માણસો ભરૂચ શહેર એ-ડીવીઝન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ તથા પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન આરોપી અતુલભાઇ મગનભાઈ મિસ્ત્રી ઉંમર વર્ષ 45 રહે ગણેશકુંજ સોસાયટી b/૬૨ નંદેલાવ રોડ ભરૂચને એકટીવા મોપેડ નંબર GJ ૧૬ BA ૧૫૧૬ ઉપર વિદેશી દારૂની બોટલ નંગ-૯ કિંમત રૂપિયા ૨૭૦૦ તથા એકટીવાની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ ૨૨,૭૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ વધુ તપાસ માટે ભરૂચ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.આ કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડના અ.હે.કો ગુલામખાન સરદારખાન,અ.હે.કો હરેન્દ્ર બંશીલાલ,અ.હે.કો જયેન્દ્રસિંહ મહોબતસિંહ,અ.હે.કો ભીખુભાઈ હીરાભાઈ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.