દિનેશભાઇ અડવાણી
બનાવની વિગત જોતાં મૂળ ઉત્તર પ્રદેશના છઠીયાવાના રહેવાસી એવા પૂજાબેન સંતોષભાઈ પ્રસાદ ઉંમર વર્ષ ૩૫ તેમને ચાર બાળકો છે જેમાં ત્રણ છોકરી અને એક છોકરો છે.પૂજાબેનના પતિ અંકલેશ્વર જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરતા હતા.પૂજા બેહેન પોતાના છોકરાઓ સાથે પોતાના વતન યુપીમાં જ રહેતા હતા પરંતુ ત્યાં તેમના સાસરિયાવાળા રાખતા ન હતા અને પિયરમાં પણ તેમનું કોઈ નથી તથા પૂજાબેનના પતિ દ્વારા પણ પૈસા કે કોઈપણ જાતની મદદ કરવામાં આવતી ન હતી.ઉત્તર પ્રદેશમાં પૂજાબેનની આજુબાજુના પડોશી છોકરાઓને ખવડાવતા હતા અને શક્ય તેટલી મદદ કરતા હતા આમ પૂજાબહેન બીજાના ભરોસે રહેતા હતા તેથી પૂજાબહેને વિચાર્યું કે તેઓ પોતાના પતિ પાસે અંકલેશ્વર ખાતે રહેવા જતા રહે. પૂજાબેન જ્યારે યુપીમાં રહેતા હતા ત્યારે તેમના પતિ પૈસા કે ફોન પણ કરતા ન હતા તેથી પૂજાબહેન પોતાની રીતે આજુબાજુના પડોશી પાસેથી પૈસા લઈ અંકલેશ્વર આવવા ચાર બાળકોને લઈને નીકળ્યા હતા.આ વાતની જાણ પુજાબહેનના પતિને થતા કે મારી પત્ની આવી રહી છે તેથી પૂજાબેનના પતિ અંકલેશ્વરમાં જ્યાં રહેતા હતા ત્યાંથી ભાગી ગયો હતો અને તે જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં સાથે કામ કરતી સ્ત્રી સાથે પ્રેમસંબંધ હતો તેથી તેને લઈને ભાગી ગયો હતો અને પોતાની પત્ની કે બાળકોને જોવા પણ આવ્યો ન હતો.પોતાનો ફોન પણ તેણે બંધ કરી દીધો હતો.તેથી પૂજાબેહેન ચાર બાળકો સાથે તેમના જેઠ તથા નણંદના ઘરે ગયા તો ખબર પડી કે પતિએ અહીંયા પણ પહેલાજ ફોન કરીને જણાવી દીધું હતું કે તેમની પત્ની તથા બાળકોને રાખવા નહીં.માટે રાત્રે પૂજાબહેન તેમના ચાર બાળકો સાથે એકલા હતા તેથી તેમણે ૧૮૧ પર કોલ કરી મદદ માંગી હતી. કોલ આવતા જ ૧૮૧ ની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી પૂજાબેન સાથે વાતચીત કરી હતી તથા તેમના પતિ સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમના પતિ સાથે કોઈ સંપર્ક થયો ન હતો. પૂજાબેન પાસે રહેવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેઓને ભરૂચ ખાતે સેવાયજ્ઞ એનજીઓમાં સોંપવામાં આવ્યા હતા. હાલ તેઓ ચાર બાળકો સાથે આ સંસ્થામાં રહે છે.