Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરની રામદેવ કેમિકલ કંપનીમાં એક કામદારનું મોત.કામદારનો પગ લપસી જતા બોરમીલમાં પડતા મોત નીપજ્યું…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વરની રામદેવ કેમીકલ કંપનીમાં બોરમીલમાં મટીરીયલ ચાર્જ કરતી વખતે એક કામદારનો પગ લપસી જતા કામદાર બોરમીલમાં પડતા તેનું મોત નીપજ્યું હતું.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ રામદેવ કેમીકલ ઈન્ડસ્ટીઝમાં કામ કરતો 21 વર્ષીય રાહુલ પ્લાન્ટમાં બોરમીલમાં મટીરીયલ ચાર્જ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેનો પગ લપસી જતા તે બોરમીલમાં પડતા નજીક કામ કરતા કામદારો દોડી આવ્યા હતા. રાહુલને બહાર કાઢી કંપની સંચાલકોને જાણ કરતા તેઓ તાત્કાલિક તેને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ત્યાંના તબીબોએ રાહુલને મૃત જાહેર કર્યો હતો.આ અંગેની જાણ જીઆઇડીસી પોલીસ મથકમાં કરાતા પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી.

Advertisement


Share

Related posts

નડિયાદ હાઇવે પર બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ડાયવર્ઝન માટે મુકેલા પ્લાસ્ટીકના બેરીકેટીગ બોર્ડમા ટેન્કર ઘૂસી જતાં નાસભાગ મચી

ProudOfGujarat

ગોધરા : પંચામૃત ડેરીનાં ચેરમેન જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચુંટાયા.

ProudOfGujarat

ઝગડીયા : સારસા ગામે બસ સ્ટેન્ડ નજીક ટ્રકની ટકકરે બાઇક ચાલક ઇસમનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!