દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી રહી છે.જે મુજબ પો.સ.ઇ કુણાલ પટેલની સુચના મુજબ પેરોલ ફલૉ સ્કોડના પોલીસ જવાનો આવા ગુનેગારોને શોધી કાઢવા અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે પાંચ મહિના અગાઉ ૩૯ હજાર રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે અંકલેશ્વર શહેર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો જેમાં પ્રકાશભાઈ મગનભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કર્યા હતા ગઈકાલના રોજ શહેર પોલીસને મળેલ બાતમીના આધારે વોન્ટેડ આરોપી પ્રકાશભાઈ ઉર્ફે પકો મગનભાઈ વસાવા ઉમર વર્ષ 27 રહે રોડ ફળિયું માંડવા તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ ને માંડવા ખાતેથી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચની ટીમે ઝડપી પાડ્યો હતો.આરોપીની વધુ તપાસ અર્થે ભરૂચ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડના અ.હે.કો કુતબુદ્દીન સૈયદ,અ.હે.કો હરેશ રામકૃષ્ણ, પો.કો ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ,અ.પો.કો નિલેશભાઈ નારસિંગભાઇ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.