ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા
વિરમગામ જીલ્લાના પાટડી ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતીનો પાંચ દિવસનો પ્રારંભીક વર્ગ યોજાયો હતો. આ પ્રારંભીક વર્ગમાં પાંચ તાલુકાના ૧૩ ગામના ૮૧ બહેનોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.પાટડીના સુરજ મલજી હાઇસ્કૂલમાં આયોજીત ૫ દિવસના વર્ગ દરમ્યાન વિવિધ ક્ષેત્રમાં પારંગત થયેલ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પાંચ દિવસીય તાલિમ વર્ગના અંતિમ દિવસે બહેનોનું વિરાટ પથ સંચલન કાઢવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્ર સેવિકા સમિતીની સ્થાપના સ્વર્ગસ્થ વંદનીય લક્ષ્મીબાઇ કેળકરના માર્ગદર્શન હેઠળ ઇ.સ.૧૯૩૬ના વિજયાદશમીના દિવસે નાગપુરના વર્ધા મુકામે કરવામાં આવી હતી. તેમણે નારી શક્તિ પર વિશ્વાસ તથા શ્રધ્ધા નિર્માણ કરી વધુમાં વધુ રાષ્ટ્રકાર્ય કરે તેવી પ્રેરણા આપી હતી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમાજને જાગૃત કરવા રાષ્ટ્ર સેવિકા સમિતીની દ્રષ્ટિએ વિરમગામ જિલ્લામાં આવતા પાટડી મુકામે સુરજમલજી હાઇસ્કુલમાં પાંચ દિવસનો સઘન તાલીમ વર્ગ યોજાયો હતો. જેમાં સમગ્ર વિરમગામ જિલ્લાની 13 વર્ષ કે તેથી વધુ ઉંમરની કુલ ૮૧ બહેનોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો. આ વાર્ગમાં પાંચ દિવસ યોગાશન,શાખા, ઘોષ, પ્રાત: સ્મરણ, બૌધ્ધિક, ગીત પ્રાર્થના અભ્યાસ, કાર્યશાળા, આચાર પધ્ધતિ, દંડ, નિયુદ્ધ (કરાટે), શાખા, સાયં સ્મરણ, વંદે માતરમ અને રાત્રી સત્ર સહિતના કાર્યક્રમો યોજાયા હતા.