પંચમહાલ, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના કંજરી ગામના એક ખેતરમાં આવેલી ઓરડી અને ખેતરમા ખાડો ખોદીને સંતાડી રાખેલો સાડા ત્રણ લાખ રુપિયાની કિંમતનો દારુ LCB પોલીસની ટીમે બાતમીના આધારે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જીલ્લામાં હાલોલ પથંકમા હવે બુટલેગરો દારુનો જથ્થો સંતાડીને ખેતરમા ખાડો ખોદીને સંતાડી વેપલો કરી રહ્યા છે.હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલા ધનપુરી ફળીયાના ખેતરમાં સંતાડેલો સાડા ત્રણ લાખનો દારુનો જથ્થો LCB પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યોછે.પંચમહાલ LCB પોલીસના પીઆઇ ડી.એન.ચુડાસમાએ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના કંજરી ગામે હાલોલમા રહેતા ભરતભાઈ કનુભાઈ ગોહીલે દારુનો જથ્થો કંજરી ગામના ધનપુરી ફળીયામાં રહેતા ગણપતભાઇ રમણભાઇ પરમારના ખેતરમા અને ઓરડીમા દારુનો જથ્થો સંતાડી રાખ્યો છે.આથી એલસીબીની ટીમે ત્યા છાપો માર્યો હતો.ત્યા ખુલ્લા ખેતરમાં ખાડો ખોદી તેના ઉપર પતરા મુકી માટી વાળી દેવાની તરકીબ અજમાવી હતી.એલસીબી ટીમે ત્યાથી ખાડો ખોદીને દારુનો જથ્થો જપ્ત કર્યો હતો.ખેતરમાં આવેલી ઓરડીમાંથી પણ દારુનો જથ્થો મળી આવ્યો હતો.એલસીબી ટીમે બીયર-ક્વાટરીયાની નાની મોટી મળીને ૨૬૫૪ જેટલી બોટલો જપ્ત કરી કુલ ૩,૫૬,૪૭૬ લાખ રુપિયાનો મુદામાલ જપ્ત કરીને (૧) ગણપતભાઇ રમણભાઇ પરમાર (૨) ભરતભાઇ કનૂભાઇ ગોહીલની સામે ગૂનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.