વિનોદભાઇ પટેલ
હાલ ગુજરાત સરકાર દ્વારા રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના ઓએનજીસી થી લઈને ગુમાનદેવ સુધીના તમામ વૃક્ષો વિકાસના નામ પર કાપી નાખવામાં આવ્યા છે પરંતુ હજુ પણ એ રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી.એકતરફ સરકાર વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો ની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ પોતેજ વિકાસના નામ પર સરકાર હજારોની સંખ્યામાં વૃક્ષો કાપી રહી છે. રોડ રસ્તાને મજબુત કરવું એ સરકારનો ખૂબ સારો વિચાર છે પરંતુ સાથે-સાથે હજારોની સંખ્યામાં વૃક્ષો કાપી પર્યાવરણને નુકસાન પહોંચાડી પર્યાવરણનો સંપૂર્ણ રીતે સરકાર નાશ કરી રહી છે.એક વૃક્ષ ને મોટું કરવા માટે કેટલા વર્ષો વીતી જાય છે અને વિકાસના નામ પર એક જ દિવસમાં એ વૃક્ષને કાપી નાખવામાં આવે છે.જ્યારે કેટલાક રાજ્યોમાં વૃક્ષોને કાપ્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ ખસેડી શકે તેવા મશીનો ઉપલબ્ધ છે.ત્યારે ગુજરાત સરકાર આવા મશીનોનો ક્યારે ઉપયોગ કરશે અને વિકાસની સાથે-સાથે પર્યાવરણની પણ ક્યારે સુરક્ષા કરશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.