દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા માંથી પસાર થતી જીવાદોરી સમાન નર્મદા નદી તત્રંના પાપે સુકાય ગઈ છે.માછીમારોનો ધંધો છીનવાય ગયો છે.તેમની રોજીરોટી છીનવાય જતા માછીમારોના કુટુંબોને ભુખમરાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે.એ સાથે ભરૂચ જિલ્લા માંથી વહેતી નર્મદા નદીના કિનારે આવેલ શુકલતીર્થ,કડોદ અને તવરા થી ઝનોર સુધીની પટ્ટીના તેમજ ભાડભૂત સુધીના નદી કિનારાના ખેડૂતોના ખેતરોમાં પાણી આપવામાં આવે છે ત્યારે જમીન પર ખેતરમાં મીઠાની ચાદર પાથરી દેવાય હોય તેવા દ્રશ્યો જોતા કિસાનોની આંખોમાંથી આંસુ આવી જાય છે.જંગી ખર્ચે લાવેલ બિયારણ અને ખેત મજૂરી તેમજ અન્ય ખર્ચ માથે પડે છે.ખેડૂતોની આવી વસમી અને કારમી સમસ્યા સામે તત્રંના જવાબદાર અધિકારી અને પદાધિકારીઓ ક્યારે પગલાં ભરશે તે અંગે ખેડૂતો રાહ જોય રહ્યા છે.આવું ને આવું વર્ષો સુધી રહેશે તો ખેડૂતોના કુટુંબોની કેવી હાલત થશે તે વિચારવું રહ્યું.