વિનોદભાઇ પટેલ
ભરૂચ જિલ્લામાં ઘણા એવા મંદિરો છે જ્યાં ભગવાનની પૂજા પ્રાર્થના કરવામાં આવે છે રાબેતા મુજબ બધા જ મંદિરોમાં સવારે અને સાંજે લોકો મંદિર જતા હોય છે અને પૂજા-પાઠ કરતા હોય છે. પરંતુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ચૌટા નાકા વિસ્તારમાં એકમાત્ર એવું મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં મંદિરના પૂજારી રોજ રાત્રીના બાર વાગ્યાના સમયે મહાદેવની આરતી કરે છે. પાછલા કેટલાય સમયથી અંકલેશ્વરમાં ચૌટા બજાર વિસ્તાર પાસે આવેલ એકલિંગનાથ મહાદેવના મંદિરે રાત્રિના સમયે પૂજા પ્રાર્થના કરવામાં આવે છે અને દર સોમવારે ભજન કરી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. મંદિરના મહારાજના જણાવ્યા મુજબ આ એકલિંગનાથ મહાદેવનું મંદિર પાછલા કેટલાક વર્ષોથી અહીંયા સ્થાપિત છે અને કેટલાય વર્ષોથી લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે અને કેટલાક એવા ગરીબ વ્યક્તિઓ રાત્રિના સમયે ગુજારો કરતા હોય છે.