ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
વિરમગામ તાલુકાના કાલીયાણા કલ્સ્ટરની ધાકડી પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં તમામ શિક્ષક ગણ, સીઆરસી આર બી મકવાણા, આચાર્ય રમેશભાઈ પટેલ, ગામના સરપંચ, કારોબારી સભ્યો, એસએમએસ અધ્યક્ષ રમેશભાઈ ઝીઝુવડિયા, સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને તેમના શુભ આશિષ આપ્યા હતા. બાળકો એ શાળા પરિવાર ને પુસ્તકોની ભેટો આપી અને બાળકોને શાળાએ પુસ્તકોની ભેટ આપી વિદાય આપી હતી. સૌ બાળકોએ ભારે હ્યદયે શાળાને છેલ્લાં વંદન કર્યા અને શાળાના ભાનુબેન તરફથી તેમને ભોજન કરાવવામાં આવ્યું હતું.
Advertisement