વિનોદભાઇ પટેલ
મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં એક મકાનનો સ્લેપ ખસી પડતા ત્રણથી ચાર જેટલા વ્યક્તિને ગંભીર ઇજા પહોંચવા પામી છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર આ મકાન ભરચક બજાર વિસ્તારમાં હોવાથી બજારમાં હજારો લોકો અવર-જવર કરતા હોય છે અને દુકાનદારોના ગેરકાયદેસર દબાણના લીધે મોટી ઘટના બની હોવા છતાં અંકલેશ્વર ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ અંદર પ્રવેશ કરી શકતી નથી. ત્યારે સરકાર આવા ગેરકાયદેસર દબાણને દૂર કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Advertisement