વિનોદભાઇ પટેલ
પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફ રાતે કસ્બાતીવાડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક ઓટોરિક્ષા નંબરGJ 16 AT 3687 ને રોકી શંકાસ્પદ જણાતા જેને રોકીને તલાશી લેતા જ ડ્રાઇવર રીક્ષા મૂકી ફરાર થઈ જવા પામ્યો હતો. આ રીક્ષાની તલાસી લેતાં જેમાંથી માંસ મળી આવેલ હતું. પ્લાસ્ટિકના નવ જેટલા બેગ માં ભરેલ આ માસ ને પોલીસ સ્ટેશન લાવી ફોરેન્સિક લેબની તેમજ પશુચિકિત્સક ડોક્ટરની ટીમ દ્વારા તપાસ કરાવતા આ ગોમાંસ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ અંગે શહેર પોલીસે ફરાર રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Advertisement