27/04/2019
અંકલેશ્વર
અંકલેશ્વર પાસેના વટારીયા પાસે આવેલ શ્રોફ એસ. આર. રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી નીકેમિકલ એન્જીનીયરીંગ શાખા ને નેશનલ બોર્ડ ઓફ એક્રીડીએશન દ્વારા એક્રીડીએશન મળ્યું છે .જેનાથી સંસ્થામાં કેમિકલ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દુનિયાના વિકસિત દેશોમાં જોબ તથા અભ્યાસ માટે સમાન તક મળી રહેશે .નેશનલ બોર્ડ ઓફ એક્રીડેટેડીએશન ની ટીમ દ્વારા તા.૬અને ૭મી એપ્રિલના રોજ ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું અને સંસ્થાને એનબીએ દ્વારા માહિતી આપવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં કેમિકલ એન્જીનીયરીંગનો અભ્યાસક્રમ ચલાવતી માત્ર એસ આર આઈ સી ટી અને નિરમા યુનીવર્સીટીને એનબીએ દ્વારા એક્રીડીએશન મળેલ છે. સંસ્થા દ્વારા એન્વાયરમેન્ટલ સાયંસ એન્ડ ટેકનોલોજી, કેમિકલ ટેકનોલોજી, મિકેનીકલ અને ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ અભ્યાસક્રમને પણ અગામી ત્રણ વર્ષમાં એનબીએ દ્વારાએક્રીડીએશન મળે તે દિશામાં પ્રયત્ન શરુ કરી દીધા છે. નેશનલ બોર્ડ ઓફ એક્રીડીએશન એનબીએ દ્વારા કેમિકલ એન્જીનીયરીંગ શાખાને એક્રીડીએશન અંગે બેલ કંપની ખાતે કોલેજ ના વાઇસ ચેરમેન અશોક પંજવાણી અને પ્રિન્સિપાલ સ્નેહલ લોખંડવાલા સહિતના ટ્રસ્ટી મંડળ ના સભ્યો એ પત્રકારો ને વિશેષ માહિતી આપી હતી એક્રીડીએશન ના પગલે સસ્થામાં કાર્ય કરતા અધ્યાપક ગણ, કર્મચારી ગણ , વિધાર્થીઓ અને વ્યવસ્થાપક મંડળ માં આનંદની લાગણી જોવા મળી હતી.