Proud of Gujarat
EducationFeaturedGujaratHealth

મારુતિ સુઝુકી ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામ પાસે 100 બેડની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને એક સ્કૂલ બનાવશે.

Share

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલ અંતર્ગત આજે ગુજરાતના સીતાપુર ખાતે 100 બેડની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને સિનિયર સેકન્ડરી સ્કૂલ બનાવવાની જાહેરાત કરી હતી. કંપની પોતાના હાંસલપુર ખાતેના પ્લાંટ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને સારી મેડિકલ અને શૈક્ષણિક સવલતો મળી રહે તે હેતુથી આ બંને પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. હોસ્પિટલ અને સ્કૂલ પ્રોજેક્ટને સીએસઆર પહેલ અંતર્ગત ભંડોળ પૂરું પડાશે અને તે માટે 5 વર્ષના સમયગાળામાં આશરે રૂ. 125 કરોડનું રોકાણ કરાશે.

હોસ્પિટલનો લાભ 3 લાખથી વધુ લોકોને થશે

Advertisement

મારુતિ સુઝુકીએ હોસ્પિટલ માટે અગ્રણી હેલ્થકેર સર્વિસિસ પ્રોવાઇડર ઝાયડસ હોલ્પિટલ્સ સાથે ભાગીદારી કરી છે. આ હોસ્પિટલનો વહીવટ અને સંચાલન ઝાયડસ ગ્રુપની સીએસઆર વિંગ રમણભાઇ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. સીતાપુર અને આસપાસના ગામડામાં રહેતાં ૩ લાખથી વધુ લોકોને વાજબી કિંમતે ઇમર્જન્સી કેર અને ટ્રોમા સેન્ટર, એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક સર્વિસિસ, જીવલેણ સ્થિતિમાં ક્રિટિકલ કેર, મધરએન્ડ ચાઇલ્ડ કેર, આઇ કેર, ઇએનટી, ઇન્ટરનલ મેડિસિન, જનરલ મેડિસિન સાથે કાર્ડિઆક કેર સહિતની સુપર સ્પેશિયલાઇઝેશન જેવી સવલતો મળી રહેશે.

૭.૫ એકરમાં સ્કૂલનું નિર્માણ થશે

દત્તક લીધેલા ગામડાઓના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના પ્રયાસરૂપે કંપનીએ સીતાપુરમાં મારુતિ સુઝુકી પોદાર લર્ન સ્કૂલનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. આ સ્કૂલનું નિર્માણ તબક્કાવાર ધોરણે કરવામાં આવશે. શરૂઆતમાં પ્રાઇમરી ત્યારબાદ સિનિયર સેકન્ડરી સ્કૂલ શરૂ કરાશે. સ્કૂલ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનસાથે સંલગ્ન રહેશે તથા પોદાર એજ્યુકેશન નેટવર્ક અભ્યાસક્રમ ડિઝાઇન કરશે. આ સ્કૂલનું ધ્યાન વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ ઉપર કેન્દ્રિત રહેશે. આ સ્કૂલ ૭.૫ એકરમાં ફેલાયેલી રહેશે, જેમાં પ્રાઇમરી વિંગ, સિનિયર વિંગ અને એડમીશન બ્લોક રહેશે.

પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ


Share

Related posts

ઉર્વશી રૌતેલાની ફિલ્મના સેટનો ફર્સ્ટ લૂક થયો વાયરલ.

ProudOfGujarat

જય સ્વામિનારાયણ આજરોજ શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવ્યો

ProudOfGujarat

ઉપવાસ આંદોલન : જામનગરમાં મહિલા ન્યાય પંચની બહેનો ધરણા પર, યૌન શોષણના પ્રકરણમાં ગુનો નોંધવાની માંગણી સાથે બહેનો ધરણા પર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!