દિનેશભાઇ અડવાણી
ચાલો સૌ સાથે મળીને રંગેચંગે ઉજવીએ આ લોકશાહીનો તહેવાર…
મતદાનની તારીખ.23/04/2019
સમય: સવારે 7 થી સાંજે 6 કલાક
મતદાન કરતા પહેલા અવશ્ય જાણો કે ફોટો વોટર સ્લીપ ફકત માર્ગદર્શન માટે જ છે.ઓળખના પુરાવા તરીકે તેનો ઉપયોગ કરી શકાશે નહી.એટલે માત્ર વોટર સ્લીપ લઈને મતદાન મથકે મત આપવા જવું નહિ.તમારી સાથે ચૂંટણી પંચે મંજુર કરેલ નીચે મુજબના દસ્તાવેજ/ઓળખપત્ર પૈકી કોઈપણ એક અવશ્ય લઇ જવા.
(૧) મતદાર ફોટો ઓળખપત્ર
(૨) પાસપોર્ટ
(૩) ડ્રાઇવિંગ લાયસન્સ
(૪) કેન્દ્ર/ રાજ્ય સરકાર,જાહેર સાહસ તથા પબ્લિક લિમિટેડ કંપનીઓ ધ્વારા આપવામાં આવેલ ફોટા સાથે નું સર્વિસ ઓળખકાર્ડ
(૫) બેન્ક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટા સહિત ની પાસબુક
(૬) પાન( PAN) કાર્ડ
(૭) N.P.R. અંતર્ગત R.G.I. દ્વારા આપવામાં આવેલ ફોટો સહિતની પાસબુક
(૮) મનરેગા
(૯) શ્રમ મંત્રાલયની આરોગ્ય વીમા યોજના અંતર્ગત આપવામાં આવેલ સ્વાસ્થ્ય વીમા સ્માર્ટકાર્ડ
(૧૦) પેંશન દસ્તાવેજ
(૧૧) સંસદસભ્યો,વિધાનસભ્યો, વિધાન પરિષદના સભ્યો ને આપવામાં આવેલ સરકારી ઓળખકાર્ડ
(૧૨) આધારકાર્ડ
મતદાન અવશ્ય કરો…રાષ્ટ્ર નિર્માણ મા સહભાગી બનો…