દિનેશભાઇ અડવાણી
ભરૂચ સંસદીય મત વિસ્તારની લોકસભા બેઠકની ચૂંટણી તારીખ ૨૩-૦૪-૧૯ ના રોજ યોજાનાર છે .ત્યારે લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મતદાનની ટકાવારી કેટલી રહેશે તેનું અનુમાન રાજકીય પક્ષના મોવડી મંડળ,ઉમેદવારો અને કાર્યકરો કરી રહ્યા છે .૩-૪ દિવસ પેહલા તાપમાન ૩૭ ડિગ્રી સુધી નીચે ઉતારી ગયું હતું તે વખતે રાજકારણીઓ આનંદમાં આવી ગયા હતા .તેમને એમ હતું કે હવે ચૂંટણીના આડે તાપમાનની સમસ્યા નહિ નડે પરંતુ ફરી તાપમાનનો પારો વધતા હાલ ગરમી ૪૦ ડિગ્રીની આજુબાજુ નોંધાય રહી છે.ત્યારે મતદાનના દિવસે એટલે કે તારીખ ૨૩-૦૪-૧૯ ના રોજ પણ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે .જેના પગલે બપોરે ૧૨ થી ૩ ના સમય દરમિયાન મતદાન સ્વભાવિક રીતે ઓછું રહે તેવી આગાહી કરવામાં આવી રહી છે .આ ઉપરાંત ચૂંટણીના દિવસે મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગો યોજાયા છે.જેની અસર પણ મતદાનની ટકાવારી પર પડશે .અલબત્ત કેટલાક એવા પ્રસંગો પણ બનશે જેમાં વર-કન્યા અને જાનૈયા મતદાન કરી પછી લગ્ન વિધિમાં જોડાશે .અલબત્ત આવા પ્રસંગો ખુબ ઓછા બને છે.આમ ચૂંટણીના મતદાનની ટકાવારી લગ્ન પ્રસંગો અને તાપમાન પર આધારિત થઇ ગઈ છે .અલબત્ત તત્રં દ્વારા આ વખતે મતદાન અંગેની જાગૃતિ માટે ઠેર-ઠેર કાર્યક્રમો યોજાયા હતા .તારીખ ૨૩-૦૪-૧૯ ના રોજ યોજાનાર ચૂંટણી ની ટકાવારી કેટલી રહે છે તેની ચોક્કસ વિગત મતદાનનો સમય પૂર્ણ થયા બાદ જ મળી શકશે.