દિનેશભાઇ અડવાણી
૨૨-ભરૂચ લોકસભા બેઠક ના પ્રચારના પડઘમ શાંત થવાના આરે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભરૂચ સંસદીય મત વિસ્તારમાં છેલ્લી ઉતેજના સભર વાતાવરણ કેવું છે તે અંગેની વિગતો જોતા તારીખ ૨૦-૦૪-૧૯ના શનિવારે ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાં બી.ટી.પી ના ઉમેદવાર આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાની રેલીનું આયોજન કરાયું છે .આ અગાવ પણ ભરૂચ સંસદીય મત વિસ્તારમાં બી.ટી.પી દ્વારા વિવિધ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના એક રીતે કહિયો તો કાઉન્ટરના ભાગ રૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ ૨૧-૪-૧૯ ના રવિવારે ભરૂચ,અંકલેશ્વર,અને જંબુસર ખાતે એક સાથે કેસરિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જયારે ભરૂચ સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસ અંડર કરંટ પ્રચાર કરી રહી છે અને તેથી જ તેનો પ્રભાવ પણ નોંધપાત્ર રહે તેવી સંભાવના નકારી શકાતી નથી પરંતુ તારીખ ૨૧-૪-૧૯ ના સાંજના સમયથી પ્રચારના ભૂંગળા એટલે કે પડઘમ શાંત થઇ જશે.ત્યારબાદ મતદારોની માનસિક પ્રક્રિયા શરૂ થશે અને તારીખ ૨૩-૪-૧૯ ના મંગળવારે મતદારો પોતાનો અવાજ મત આપી રજુ કરશે.જે અવાજ તારીખ ૨૩-૫-૧૯ એટલે મત ગણતરીના દિવસે સાંભળી શકાશે.ત્યાં સુધી થોભો અને રાહ જુવોની નીતિ અપનાવવી રહી.