Proud of Gujarat
FeaturedGujarat

“આપું વાલા સય” સમજી મત ન આપતા:એહમદ પટેલે કોને કટાક્ષમાં કહ્યું,જુઓ વિડીયો.

Share

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા

ભરૂચ લોકસભા વિસ્તાર કોંગ્રેસના દિગગજ નેતા એહમદ પટેલનો વિસ્તાર છે.આ બેઠક છેલ્લી 7 ટર્મથી કોંગ્રેસ જીતતુ નથી જેથી એહમદ પટેલ માટે આ વખતે ભરૂચ બેઠક જીતવી એ શાખનો સવાલ બની ગયો છે. એ જ કારણે એહમદ પટેલ સતત 3 દિવસ સુધી ભરૂચમા રોકાઈ કોંગ્રેસ ઉમેદવાર માટે પોતે સભાઓ ગજવી પ્રચાર કરી રહ્યા છે.એહમદ પટેલે પોતે ભરૂચ લોકસભા બેઠકમા આવતા ડેડીયાપાડા વિધાનસભા,કરજણ વિધાનસભાના વલણ ગામે અને જંબુસર વિધાનસભા વિસ્તારના સમની ગામે જાહેર સભાઓ સંબોધી હતી.હવે એમની પોતાની આ મેહનત કેવો રંગ લાવે છે એ જોવું રહ્યું.

Advertisement

ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસે શેરખાન પઠાણને ઉતાર્યા છે.ડેડીયાપાડા ખાતે યોજાયેલી જાહેરસભામાં એહમદ પટેલે પોતાના સંબોધનમાં કટાક્ષમા એમ કહ્યું હતું કે “કોઈ નાત-જાત જોઈને” અને “આપું વાલા સય” એમ સમજી મત ન આપતા.કોણ કામમાં આવે છે,કોણ મદદરૂપ થાય છે એ જોજો.2017ની ડેડીયાપાડા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર ન હતો,આપણે એક પાર્ટીને મદદ કરી હતી.થઈ ગયું એ થઈ ગયું,ભૂતકાળમાં કરેલી ભૂલ આપણે હવે કરવા માંગતા નથી.તમારે એવા લોકોને મત આપવો જોઈએ કે જેના પગ હાલ કબરમાં છે કે પછી એવા લોકોને મત આપવો છે કે જે દિવસ રાત કામે આવે એ તમારે નક્કી કરવાનું છે એવું કટાક્ષમા જણાવ્યું હતું.હવે એમનો આ કટાક્ષ કોના તરફ ઈશારો કરે છે એ મોટો પ્રશ્ન છે.

હવે હાલ ડેડીયાપાડામાં BTP ના ધારાસભ્ય ચૂંટાયા છે,તો એ જોતાં એહમદ પટેલે પોતાના ભાષણમાં કરેલો કટાક્ષ પણ છોટુ વસાવા તરફ ઈશારો કરતો હશે એમ માનીએ તો બિલકુલ ખોટું નથી.ભરૂચ લોકસભા ચૂંટણી જીતવા એહમદ પટેલે પોતે રસ દાખવ્યો છે. ત્યારે આ બેઠક પર જો શેરખાન પઠાણ જો જીતે તો ભરૂચ બેઠક પર એહમદ પટેલ બાદ લઘુમતી ઉમેદવાર તરીકે બીજો ઉમેદવાર જીત્યો હોવાનું બહુમાન જરૂર પ્રાપ્ત થશે.


Share

Related posts

ઝઘડિયાના ટોઠીદરા ગામના ગ્રામજનો દ્વારા રેત માફિયાઓ વિરુદ્ધ જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

થોડા દિવસ પૂર્વે કહ્યું કે તારીખ ૨૦ જાન્યુઆરીથી બેંક માં ચાર્જ લાગશે હવે સરકાર કહે છે કે કોઈ પણ ચાર્જ નહિ લાગે. હકીકત શું ???

ProudOfGujarat

ભરૂચ ને. હા. 48 પર મુલદ ટોલ ટેક્ષથી સરદાર બ્રિજ સુધી વાહનોની લાંબી કતારો : વાહનચાલકોમાં રોષનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!