વિનોદભાઈ પટેલ
ભરૂચમાં લોકસભાની ચુંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસકર્મીઓ માટે રવિવારે અંકલેશ્વર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામ આવ્યું હતું. જેમાં પોલીસકર્મીઓ હોમગાર્ડ અને જી.આર.ડી.નાં જવાનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
શનિવારના રોજ ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે પોસ્ટલ બેલેટથી પોલીસ કર્મચારીઓનું મતદાન યોજાયા બાદ વહીવટી તંત્ર દ્વારા રવિવારના રોજ અંકલેશ્વરના શારદા ટાઉન હોલ ખાતે સવારે ૯ વાગ્યાથી પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચમાં ૨૩ એપ્રિલે મતદાન યોજાનાર છે જેની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મીઓ માટે આજરોજ પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું જેમાં પોલીસકર્મીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ત્યારે નોડલ અધિકારી સંજય સોની અને અંકલેશ્વર ચુંટણી અધિકારી રમેશ ભગોડાએ મતદાનની પ્રક્રિયાનું નિરિક્ષણ કર્યું હતું.૩૪૧પોલીસકર્મીઓ ૨૨૩ હોમગાર્ડ ૪૭૧ ગ્રામ રક્ષક દળના જવાનો મળી કુલ ૧૦૩૫ કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.