દિનેશભાઇ અડવાણી
ભરૂચ પંથકમાં હાલ અંગદઝાડતી ગરમી વર્ષી રહી છે. એટલું જ નહિ પરંતુ દિવસે-દિવસે ગરમીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે વધતી જતી ગરમીની ચિંતા જેતે પક્ષના મોવડી મંડળ,ઉમેદવાર અને કાર્યકરોમાં જણાય રહી છે.જો આજરીતના ગરમીનો વર્તારો રહેશે તો આવનારા દિવસોમાં એટલે કે મતદાનના દિવસ તારીખ ૨૩-૪-૧૯ સુધીમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રી સુધી પોહંચે તેવી સંભાવના છે. તેથી જો મતદાનની ટકાવારી ઉંચી લાવવી હોય તો વહેલી સવારથી જ એટલે કે ૭ વાગ્યાથી ભારે મતદાનની શરૂઆત થાય તે યોગ્ય ઇચ્છનીય છે .૧૧ કે ૧૨ વાગ્યા પછી ૪૦ કે ૫૦ વર્ષ થી વધુ વર્ષના ઉમેદવારો કતારમાં તડકામાં ઉભા રહે તેવી શક્યતા ખુબ ઓછી છે તેથી વહેલી સવારે મતદાન વધુ થાય તે ઇચ્છનીય છે.તે સાથે હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર એકાદ-બે દિવસમાં માવઠું થાય એટલે કે કમોસમી વરસાદ વર્ષે એવી સંભાવના પણ નકારી સકતી નથી અને તેથી કદાચ તાપમાનમાં ઘટાડો પણ નોંધાય.આ બાબતે થોભો અને રાહ જોવો જેવી રીતિ-નીતિ અપનાવવી પડે તેમ છે .અત્રે એ પણ વિચાર કરવો રહ્યો કે સમગ્ર ભરૂચ પંથકમાં ટ્રાફિક નિયમન કરવા અંગે BTET ના અને ટ્રાફિક પોલીસના જવાનો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે.કેટલાક સ્થાનકોએ તો છાંયડો પણ નસીબ નથી હોતો.કેટલાક સ્થાનકોએ તો લોકો માટે આકરી સેવાની ભાવના માટે ટ્રાફિક પોલીસ અને BTET ના જવાનો ફરજ બજાવી રહ્યા છે.એ દ્રશ્ય એમ બતાવે છે કે જેમ સરહદ પર જવાનો ફરજ બજાવે છે તેવીજ રીતે આ લોકો પણ ફરજ બજાવી રહ્યા છે.