દિનેશભાઇ અડવાણી
મળતી માહિતી મુજબ ગત રોજ સાંજ ના સમયે ભરૂચ ના વોર્ડ નંબર ૭ માં આવેલ ધોળીકુઇ બજાર વિસ્તારમાં સ્થાનિક લોક સમસ્યાના પ્રશ્નોને લઇ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ને રજૂઆત કરવા માટે ભેગા થયા હતા,પરંતુ અચાનક રજૂઆત કર્તાઓ અને ભાજપના હોદ્દેદારો વચ્ચે ધક્કા મુક્કી અને હોબાળો થયો હતો.
સામાન્ય હોબાળો થયા બાદ સ્થળ પર આવેલ પોલીસે મામલો થાળે પાડ્યો હતો,પરંતુ મોડી રાત્રે પાલિકા પ્રમુખ સુરભી બેન તમાકુવાલા દ્વારા વિરોધ કરનાર યુવાનો ઉપર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી,અને જણાવ્યું હતું કે ધક્કા મુક્કી માં તેઓને નખ વાગ્યા છે,પાકીટ તૂટ્યું છે અને ચપ્પલ તોડી નાખી ૫૦૦ રૂપિયાનું નુકશાન કરવામાં આવ્યું છે.
પાલિકા પ્રમુખ તેઓ જ્યાં થી ચૂંટાઇ ને આવે છે તે વોર્ડ માં જ તેઓ સુરક્ષિત નથી? તે બાબત એ ફરિયાદ ઉપર થી કહી શકાય એમ છે…
સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બનતા લોકશાહી દેશ માં વિરોધ કરતા લોકો ઉપર ફરિયાદ થવી તેમજ યુવાનોને દબાણ માં લાવવા માટે પાલિકા પ્રમુખે ફરીયાદ નોંધાવી છે તેવી ચર્ચાઓ ચર્ચાઈ રહી છે,તો સામે પક્ષે યુવાનોની પોલીસે માત્ર અરજી સ્વરૂપે ફરિયાદ જ લીધી હતી તે બાબત પણ શંકા ઉપજાવે તેમ છે.કારણે કે ચૂંટણી સમયે પ્રજા નો અવાઝ દબાવવા ની કોશિશ એ તેમના મૌલિક અધિકારો નું હનન હોય તેવું જાણકારો માં ચર્ચાઈ રહ્યું છે.