દિનેશભાઇ અડવાણી
આજે તારીખ 11મી એપ્રિલે મહાત્મા જોતિબા ફૂલેનો જન્મ દિવસ છે.તેમનો જન્મ વર્ષ ૧૮૨૭ માં પૂના ખાતે થયો હતો .એક સમાજ સુધારક તરીકે તેમણે આગવી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી .તેઓ સ્પષ્ટ માનતા હતા કે દેશનો ઉધાર લોકોની માનસિકતા બદલ્યા વગર શક્ય નથી .તેમજ સમાજ પરિવર્તનના પાયામાં સ્ત્રી શિક્ષણ છે .તેથી કન્યા શિક્ષણ પર વધારે મહત્વ આપ્યું એટલું જ નહિ પરંતુ કન્યાઓને ભણાવનાર શિક્ષકો ન મળ્યા તો પત્ની સાવિત્રીબાઈને શિક્ષિકા તરીકે તૈયાર કર્યા. સમાજ સુધારક તરીકે સામા પ્રવાહે કામ કર્યું અને તેનાજ અનુસંધાને તારીખ ૨૪-૯-૧૮૭૩ ના રોજ સત્ય શોધક સમાજની સ્થાપના કરી .સમાજ પરિવર્તનની પ્રવૃર્ત્તી અંગે જોતિબા ફુલેને મહાત્માનું બિરુદ અપાયું .જોતિબાએ તૃતીય રત્ન ,ગુલામ ગિરી ,છત્રપતીસિવાજી ,અછુતો કી કેફિયત ,રાજા ભોંસલે કા પખડા વગેરે પુસ્તકો તેમને લખ્યા હતા .તારીખ ૧૮-નવેમ્બર-૧૮૯૦ ના રોજ તેમનું અવસાન થયું હતું .સ્ટેચ્યુ પાર્ક ભરૂચ ખાતે તેમની પ્રતિમા આવેલ છે જેને આજરોજ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.