દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વર શહેર પોલીસે લોભામણી જાહેરાત થકી મળતીયાઓ સાથે મળી છેતરપીંડી અને વિશ્વાસધાત કરનારને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આ ઘટનામાં સજોદા ખાતે આંબેડકર નગરમાં રહેતા દલસુખભાઇ કટારીયા સાથે સુરતના નાનપુરા વિસ્તારમાં મકાઇપુલ પાસે, ચંન્દ્ર વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા વિજયભાઇ સોભગચંદ શાહે તેના મળતીયા સાથે મળી વર્તમાન પત્રમાં કોમોડીટી તથા કરન્સી ટ્રેડીંગ માર્કેટીંગના નામે વધુ વ્યાજ સાથે વળતર આપવાની લોભામણી સ્કીમો આપી દલસુખભાઇ ને રૂપિયા૨૧,૦૦,૦૦૦/-નું રોકાણ કરાવ્યું હતું.
સ્કીમમાં જાહેરાત મુજબ આપવાના થતા રૂપિયા દલસુખભાઇને પરત આપ્યા ન હતા. જે અંગે તેમણે કોર્ટ રાહે પણ કેસ કરતા તેમાં વિજ્ય શાહે રૂપિયા ચુકવી આપશે કહી સમાધાન કર્યુ હતું. પરંતુ તેણે રૂપિયા ન ચૂકવતા આખેરે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
અંકલેશ્વર શહેર પોલીસે ફરીયાદના આધારે આરોપી વિજય સોભગચંદ શાહની અટકાયત કરી તેના વિરૂધ છેતરપીંડી અને વિશ્વાસધાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.