દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ માં પાછલા કેટલાક સમયથી ખુલ્લા મેદાનોમાં ઘણી સંખ્યામાં બિનવારસી ગાયો વસવાટ કરી રહી છે. જેમાં સમગ્ર અંકલેશ્વરની ગાયો ગુજરાત હાઉસિંગ બોર્ડ માં ભેગી થતી હોય છે.જેમાં કચરો ખાવાથી અત્યાર સુધી મહિનામાં દસથી પણ વધુ ગાયો અંકલેશ્વર માં મૃત્યુ પામી છે.ત્યારે ગઈકાલના રોજ પણ અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ માં પ્લાસ્ટિકની બેગ ખાવાથી એક ગાય નું મૃત્યુ થવા પામ્યું હતું.જેમાં સ્થાનિક યુવાનોએ અંકલેશ્વર નગરપાલિકા સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વહેલાતકે આ સમગ્ર ગાયોને પાંજરાપુરમાં મૂકવામાં આવે અને યુવાનો દ્વારા પ્રજાને પણ આગ્રહ કરવામાં આવ્યું હતું કે કચરો કચરાપેટીમાં નાખે જેથી કરી આવી રખડતી ગાયો કચરો ખાઈને મુત્યુ ના પામે.વધુ કહેતા યુવાનોએ જણાવ્યું હતું કે અંકલેશ્વર નગરપાલિકા વહેલા તકે આ મુદ્દા પર ધ્યાન આપે તેવી અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનોએ મીડિયા સમક્ષ અંકલેશ્વર નગરપાલિકા ને માગણી કરી હતી.ત્યારે અંકલેશ્વરમાં આવા અવાર -નવાર બનાવો બનતા જ રહે છે જેમાં કેટલી સંખ્યામાં ગાયો મરતી રહે છે જેને કોઈપણ પ્રકારની સારવાર મળતી નથી અને જેથી કરી કેટલીક ગાયો મૃત્યુ પામે છે.તો વહેલા તકે સરકાર આ મુદ્દા પર ધ્યાન આપે તેવી હવે મીડિયાના લોકો પણ માંગ કરી રહ્યા છે.