પાલેજ તા.૭-૦૪-૨૦૧૯
ભરુચ જિલ્લાના પાલેજ ખાતે મદની હોલ માં રવિવારે મિસબાહી મિશન ભરુચ તેમજ મોહદીસે આઝમ મિશન પાલેજ નાં સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માં સમાજીક સુધારણા અને દીની તાલીમ તરબીયત અંગે ભવ્ય ઇજતેમાં નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સખ્યાં માં મુસ્લિમ મહિલાઓ ઉપસ્થિત રહયાં હતાં.
ભરુચ નાં સ્કોલર આલીમાં રોઝમીના આપા એ મહિલાઓ ને દીની તાલીમ હાંસલ કરવામાં કોઈ પણ પ્રકાર ની નાનમ નહિ રાખવાની અને કોઈ પણ ઉંમરે દિન ની તાલીમ હાંસલ કરવામાં આવે એવી તાકીદ કરી હતી.પોતાના બાળકો ને દિન ની તાલીમ મળે એવી તકેદારી રાખવા અને ગુનાઓ થી બચવા પણ સમજ આપી હતી.ઇસ્લામ માં ચાર સ્તંભો માં રોજા ઉપવાસ પણ એક છે આગામી મહિનો રમજાન મુબારક નો મહિનો છે જેમાં ખાસ કરીને મહિલાઓ એ ઈબાદત ગુજાર બને અને રમજાન મહિના ની એહમીયત સમજી કદર કરવામાં આવે એવી તરતિબ પણ મહિલા ને સમજણ અપાઈ હતી. આ પોગ્રામ દરમિયાન આલીમાં જમીલા,પરીએજ તેમજ આલીમાં સૈયદા મુસ્કાન,પાલેજ.આલીમાં અનિશા,ઝઘાર.આલીમાં ફરદીન .ઇખર.અને આલીમાં મુમતાજ સંસરોડ ઉપસ્થિત રહી નાત શરીફ તેમજ નાત રજૂ કરી હતી.
પાલેજ સહિત વિસ્તાર નાં ગામો માંથી મોટી સંખ્યા માં મહિલા ઓ ઉપસ્થિત રહ્યા હતા.પાલેજ નાં આગેવાન યુવા વર્ગે પ્રોગ્રામ ને સફળ બનાવા માં સારી જહેમત ઉઠાવી હતી.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ