Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર ખાતે ચોરીની મોટરસાયકલ સાથે એક કિશોરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…..

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિકારી રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓને અટકવા તેમજ શોધી કાઢવા સૂચના મળેલ તે અનુસંધાને એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જી.ગઢવી તથા તેમની ટીમના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સરફરાજ ભાઈને મળેલ બાતમી હકીકતના આધારે કરજણ નહેર યોજના પાસેની રેલવે ફાટક પાસેથી એક કિશોરને હોન્ડા સ્પ્લેન્ડર gj 16 bf 4805 સાથે રોકી લેવામાં આવ્યો હતો અને રજીસ્ટ્રેશનના રંગીન કાગળની માગણી કરતા કાગળ નહીં હોવાનું જણાવતા તેના કબજામાંથી મળી આવેલ સ્પ્લેન્ડર ગાડી જેની કિંમત રૂપિયા 15000 ગણી શકાય તપાસ અર્થે કબજે કરવામાં આવી હતી અને મોટરસાયકલ સાથે તેમજ ફરવા માટે આશરે સાતેક દિવસ અગાઉ અંકલેશ્વર નિરાંત નગરના ગેટ સામેથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.જેથી જણાવેલ હકીકત આધારે ખાતરી કરતા કબજે કરવામાં આવેલ મોટરસાયકલ ચોરી બાબતે અંકલેશ્વર શહેર પોલીસે ચોરીનો ગુનો દાખલ કર્યો હતો.જેનો ગુનો અનડિટેક્ટ હોય જે હાલ ડિટેક્ટ કરવામાં આવેલ છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર-ટાયર ફાડ રોડ રસ્તા બન્યા,તકલાદી માર્ગના કારણે અનેક વાહનોના ટાયર ફાટયા,વાહન ચાલકોને નુકશાન

ProudOfGujarat

શહેરના આનંદનગર રોડ પર કોલેજીયન યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો

ProudOfGujarat

ઝધડિયા તાલુકાનાં કોરોના સંક્રમિત બે દર્દીઓનું આજે સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!