દિનેશભાઇ અડવાણી
ગિફ્ટેડ-૩૦ એ MMMCT ભરૂચ અને PMET સુરત દ્વારા સંચાલિત હોસ્ટેલ આધારિત બે વર્ષનો પ્રોગ્રામ છે.જેમાં સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી કારકિર્દી ઘડવાની સુવર્ણ તક આપવામાં આવે છે. જેમાં મેડીકલ તથા એન્જિનિયરિંગ ક્ષેત્રમાં રુચિ અને ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા પાસ કરી જોડાઈ શકે છે.જ્યાં તેમને jee અને neet જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે.વર્ષ ૨૦૧૯-૨૦ મા તારીખ ૩૧-માર્ચ-૨૦૧૯ ના રોજ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી.ગુજરાતના વિવિધ ૨૬ સેન્ટરોમાં પરીક્ષા યોજવામાં આવી હતી.જેમાં ૭૦૦ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ હાજરી આપી હતી. જેમાંથી ૩૫૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મેરિટના આધારે ઇન્ટરવ્યુ માટે પસંદગી પામ્યા હતા. આજ રોજ તારીખ ૬-૪-૨૦૧૯ ના દિવસે વિદ્યાર્થીનીઓનું ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. અને તારીખ ૭-૪-૨૦૧૯ ના રોજ વિદ્યાર્થીઓની ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે.સમગ્ર ઇન્ટરવ્યૂની રૂપરેખા મુજબ ઇન્ટરવ્યુના પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ એકેડેમિક અને એચ.આર ઇન્ટરવ્યૂ માટે સફળ થયેલા વિદ્યાર્થીઓને અંતિમ તબક્કામાં તે વિદ્યાર્થીના વાલીઓને ટ્રસ્ટી સાથે મુલાકાત કરી તેમના ગિફ્ટેડ-૩૦ પ્રોગ્રામ માટે પસંદગી કરવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત વાલીઓ અને ગિફ્ટેડ-30 હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસ,અભ્યાસ તેમજ સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી.