દિનેશભાઇ અડવાણી
હાલ દિન-પ્રતિદિન અંકલેશ્વર શહેરમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાઓ ખૂબ માત્રામાં વધી રહ્યા છે.જેને લઇને અંકલેશ્વર શહેર અને તાલુકાના ખેડૂતો ખૂબ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ત્યારે ગઈકાલે અંકલેશ્વર શહેરના આંબોલી ગામ ખાતે ફરી એકવાર વીજ ટ્રાન્સફોર્મર ચોરોએ આતંક મચાવ્યો છે.જેમાં બે થી ત્રણ જેટલી ડી.પી ચોરી ચોર ફરાર થઇ ગયા હતા.ત્યારે બીજી તરફ વીજ ટ્રાન્સફોર્મર ચોરોને લઇને સ્થાનિક ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વીજ ટ્રાન્સફોર્મર ચોરીથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન પહોંચી રહ્યું છે.જેને લઇને હવે ખેડૂતોનો આત્મહત્યા કરવાનો સમય આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે ખેડૂતો વહેલા તકે આ વીજ ટ્રાન્સફોર્મર ચોરી કરતા ચોરની અટકાયત કરે તેવી ખેડૂતો માગણી કરી રહ્યા છે.ત્યારે બીજી તરફ અંકલેશ્વર શહેર પોલીસે અગાઉ દસ થી બાર જેટલા વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં ગુનેગારોને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ હાલ પણ વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાઓમાં એ જ પરિસ્થિતિ હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં મુખ્ય ગુનેગારો ક્યારે પકડાશે અને ક્યારે તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે.