પાલેજ તા.૫-૦૪-૨૦૧૯
પાલેજમાં શુક્રવારે સવારે આઠ વાગ્યા થી બપોરે અઢી વાગ્યાં સુધીમાં સમગ્ર ગામનો વીજ પુરવઠો બંધ રાખી લાલજીન વિસ્તાર તેમજ અન્ય માછીવાળ વિસ્તારમાં કેબલો બદલવાની રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી.જેનાં કારણે સમગ્ર ગામનો વીજ પુરવઠો બંધ કરવામાં આવતાં ઉનાળાની ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં.
પાલેજ નગરમાં વિસ્તાર દીઠ અલગ-અલગ વીજ લાઈનોની સુવિધા હોવા છતાં એક-બે વિસ્તારના રીપેરીંગ કામ માટે સમગ્ર પાલેજ નગરનો વિદ્યુત સપ્યાય બંધ કરી દેવાતાં ૪૦ ડિગ્રીમાં નગરજનો શેકાવા પામ્યા હતા.જી.ઇ.બી નાં અધિકારીઓનાં અનગઢ વહીવટ અને લોકોમાં જાગૃતિના અભાવે મનફાવે એમ પાલેજ ૬૬ કે.વી નો વહીવટ ચાલી રહ્યો છે.
પાલેજ નગરના વિસ્તારોમાં અનેક ઠેકાણે વીજ લાઈનોમાં ક્ષતિઓ છે જેને કારણે ડી.પી નાં વિસ્તાર વાર વીજળી પુરવઠો બંધ કરી રિપેરિંગની કામગીરી કરવી જોઈએ નહિ કે આખા ગામની વીજળી સટડાઉન કરી લોકોને ભર ગરમીમાં હેરાન કરવા.પાલેજમાં ચોમાસામાં વીજફોલ્ટ થાય ત્યારે પણ આખા ગામની વીજળી ડુલ થઈ જાય છે,ડી.પી નાં વિસ્તારો મુજબ પુરવઠો કાપ મૂકી સમારકામ કરવામાં આવે એવી વ્યવસ્થાનો અભાવ છે. શહેરી વિસ્તારમાં જે પ્રમાણે વીજ પુરવઠો વિસ્તારવાર બંધ કરી સમારકામ થાય છે એ જ પ્રમાણે પાલેજમાં વ્યવસ્થા કેમ કરવામાં નથી આવતી.જેવા પ્રશ્ર્નો ગ્રામજનોમાં ચર્ચાય રહ્યા છે. ભર ઉનાળામાં વીજ પુરવઠામાં કલાકો સુધી કાપ મુકવામાં આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
ઇમરાન ઐયુબ મોદી – પાલેજ